
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અને ડેન્ગ્યુના કેસોમાં બહુ મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ભારે વરસાદ બાદ ભરાઈ રહેલી ગટરોના કારણે ઠેર ઠેર પ્રદુષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. દરમ્યાનમાં શારદાબહેન હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટીના કારણે ડિહાઈડ્રેશન થઈ જતા ૪ વર્ષની એક બાળકીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. બીજી તરફ હેલ્થ એ એન્જિનિયરીંગ વિભાગ સમક્ષ રોજેરોજ પ્રદુષિત પાણીની ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં જ ઝાડા-ઉલટીના ૧૪૪, કમળાના ૯૩ અને ટાઈફોઈડના ૫૬ દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ ત્રણેયના આંકડા ગયા વર્ષની સરખામણીએ ઊંચા છે. ઉપરાંત શારદાબહેન હોસ્પિટલમાં ઝાડાઉલટીના કારણે દાખલ થયેલી આંચલ નામની નવા નરોડાનના પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતી બાળકીનું મૃત્યુ થયું છે. રોગચાળો અને પ્રદુષિત પાણીના કેન્દ્રોની ફરિયાદ અંગે હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, મધ્યઝોનમાં શાહપુર, જમાલપુર, દક્ષિણ ઝોનમાં દાણીલીમડા, બહેરામપુરા, પૂર્વઝોનમાં રખીયાલ, ગોમતીપુર, ઉત્તર ઝોનમાં સરસપુર, કુબેરનગર, મેઘાણીનગરમાંથી વધુ ફરિયાદો આવે છે અને કેસો પણ આ વિસ્તારના વધુ છે. જ્યારે ડેન્ગ્યુના કેસોમાં પશ્ચિમ અને નવો પશ્ચિમઝોન આગળ છે. મચ્છરજન્ય રોગચાળામાં આઠ જ દિવસમાં મેલેરિયાના ૬૭, ફાલ્સીપેરમના ૨૬ અને ડેન્ગ્યુના ૬૧ દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયેલા છે. ડેન્ગ્યુના કેસો મ્યુનિ. ચોપડે નોંધાયા છે તેના કરતાં નાની૩ હોસ્પિટલોમાં ઘણા વધુ કેસો આવે છે. ૪૫૦ જેટલા કેસો હોવાનું એક તબીબે જણાવ્યું હતું. નવરંગપુરા, પાલડી, આંબાવાડી, બોડકદેવ, જોધપુર, કાળી, ગોતા, નરોડા, ઈસનપુર, વસ્ત્રાલ, લાંભા, રામોલ, ગીરધરનગર, બહેરામપુરા, ઓઢવ, સરદારનગર વગેરે વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો વધારે ેછે.ત્ત્ બીજી તરફ અમદાવાદમાંથી લેવાતા પાણીના નમૂનાઓમાંથી બહુ મોટી સંસ્થામાં ક્લોરિન 'નીલ' અને બેકટોરિયો-લોજીકલ ટેસ્ટમાં અનફીટ સાબિત થાય છે. જો કે શિયાળાની ઠંડી શરૃ થતાં રોગચાળો પ્રમાણમાં કાબુ આવશે તેમ પણ ડોકટરો જણાવે છે.
No comments:
Post a Comment