સવારે:
·
ઉકાળો (3 ચમચી + 3 ચમચી નવશેકું પાણી) નરણ। કોઠે પીવો
·
૧ કપ ચા (ખાંડ ઓછી)
·
ખાખરા ,મમરા
બપોરે:
·
૧ ગ્લાસ(૨૫૦ – ૩૦૦મિ.લિ.) ભરીને મગ નો સૂપ
·
સલાડ( કચુંબર ): કાકડી , કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
·
૧ વાટકી બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું
વાપરવું), ૨- રોટી
·
૧ વાટકી ભાત (૨-૩ વર્ષ જૂના ચોખા વાપરવા)
·
૧ વાટકી પાતળી દાળ
·
૧ વાટકી પાતળી છાશ
સાંજે:
·
૧ કપ ચા ( ખાંડ ઓછી )
·
ખાખરા, મમરા
રાત્રે:
·
ઉકાળો (3 ચમચી + 3 ચમચી નવશેકું પાણી) પીવો
·
૧ ગ્લાસ - મગ નો સૂપ
·
સલાડ(કચુંબર): કાકડી ,કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
·
૧ વાટકી બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું
વાપરવું) ,૨- રોટી
·
૧ વાટકી ખીચડી -૧ વાટકી છાશ
સૂતી
વખતે:
·
અડધો ગ્લાસ ઉકાળીને મલાઈ કાઢી નાખેલું પાતળું દૂધ
Ø મગ
નો સૂપ બનાવવાની રીત:-
૧૦૦ ગ્રામ મગ ને સવા લિટર
પાણી – આદું, હળદર, કળા મારી અને સિંધાલૂણ નાખી ૩૦૦ મિ.લિ. જેવુ
બાકી રહે ત્યાં સુધી ઉકાળવું, સાધારણ નવશેકું હોય ત્યારે
પીવું ॰
નોંધ: સવાર-સાંજ
૩૦ મિનિટ સ્પીડ માં ચાલવા જવું, જોડે હળવી કસરત કરવી.
v સૂંઠ નું પાણી: રોજ
સવારે 2 લિટર પાણી માં 2 ચમચી સૂંઠ નો પાવડર નાખી 1 લિટર જેટલું વધે એટલું ઉકાળવું, પછી ગાળી ને એક બાટલા માં ભરવું, આખા દિવસ દરમ્યાન
એ પાણી પીવા માટે વાપરવું.
v દિવસ
માં 2 વાર ફૂલ પેટ જમવું નહિ પણ ઉપર મુજબ 3 થી 4 વાર ખોરાક લેવો.
v ટી.વી
. જોતાં- જોતાં કે વાતો કરતાં-કરતાં જમવું નહિ .
v દૂધ
ગાય નું જ વાપરવું.
v રસોઈ
માં ખારા મીઠા ની જગ્યા એ સિંધા લૂણ જ વાપરવું.
v ઘી, માખણ, ચીજ, ક્રીમ, વધારે પડતું તીખું-તળેલું-ખાટું, આથા વાળી આઇટમ, ,ગળ્યું-મીઠાઇ
વગેરે... બંધ કરી દેવું
v બટાકા, શક્કરીયાં, ડ્રાય ફ્રૂટ,
ચોકલેટ, કેક, આઈસ-ક્રીમ, જંક ફૂડ(દાબેલી, સેન્ડવિચ,પફ, વગેરે...) ,મેંદા ની બનાવટ-
બંધ કરવું
v દિવસ
માં ઓછા માં ઓછું 10 થી 12 ગ્લાસ
પાણી અવશ્ય પીવું.
v બપોરે
સુવું નહિ, પણ આરામ લઈ શકાય
v કબજિયાત
ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.
No comments:
Post a Comment